જાણો ક્યારે, કોને અને શા માટે દાન કરવું જોઈએ ? દાન કરવાથી થાય છે મનુષ્યનું કલ્યાણ
દાન કરવાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. ગ્રહો દોષનું નિવારણ પણ થાય છે અને સાથે જ જાણે અજાણે જો નાનું-મોટું પાપ થયું હોય તો તે પાપોથી પણ મુક્તિ મળે છે.સનાતન હિન્દુ પરંપરામાં ઘણા પ્રકારનાં દાન (Donation) અગે કહેવામાં આવ્યું છે, જે કરવાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. દાન કરવાથી ગ્રહો દોષનું નિવારણ પણ થાય છે અને સાથે જ જાણે અજાણે જો નાનું-મોટું પાપ થયું હોય તો તે પાપોથી પણ મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં દાનનો ઉપાય સામાન્ય જીવનમાં થતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા જણાવવામાં આવ્યું છે, જેના આધારે ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે. ચાલો આપણે જાણીએ જેને મહાદાન કહેવામાં આવે છે અને તે દાન કરવાથી કલ્યાણ થાય છે.