મેષ રાશિ માં ગુરુ દેવ ભાગ્ય સ્થાન એટલે નવમા ભાવ અને વ્યય સ્થાન એટલે કે દ્રાદશ ભાવ નો સ્વામી છે અને મિથુન રાશિમાંગુરુ ગોચર 2025 હોવા થી તમે ધર્મ-કર્મ ના કામો માં આગળ આવીને ભાગ લેશો.ધાર્મિક યાત્રાઓ બહુ થશે.મિત્રો ની મદદ તમારી સાથે રહેશે અને એમની સાથે સારી સારી જગ્યા એ ફરવા જશો.થી આ તમારી રાશિ થી ત્રીજા ભાવમાં ગોચર કરશે.ગુરુ ના આ ગોચર ના પ્રભાવ થી તમારી અંદર આળસ માં વધારો થશે જેનાથી તમે તમારા કામને ટાળતા રેહશો અને આનાથી તમારે તમારા કાર્યક્ષેત્ર માં અને જીવનમાં બીજી જગ્યા એ રુકાવટ નો સામનો કરવો પડી શકે છે એટલા માટે તમારે આ સમસ્યાઓ થી બચવા માટે પોતાની આળસ ને ત્યાગી ને બહુ મેહનત કરવી જોઈએ.તમારા ભાઈ-બહેન સાથે તમારા સબંધ મજબુત થશે.આનાથી તમને ખુશી મહેસુસ થશે.વેવસાય માં ઉન્નતિ નો યોગ બનશે.ગુરુ મહારાજ ની નજર સાતમા,નવમા અને એકાદશ ભાવ ઉપર હોવાથી વેપારમાં ઉન્નતિ થશે,અંદર ની સમસ્યાઓ દૂર થશે.વેવસાય મોટો થઇ શકે છે અને આવક માં પણ વધારા નો યોગ બનશે.સામાજિક ડાયરા માં વધારો થશે.સમાજ માં તમારું માન-સમ્માન વધશે.પિતા સાથે સબંધ મધુર થશે.19 ઓક્ટોમ્બરે જયારે ગુરુ કર્ક રાશિમાં થોડા સમય માટે આવશે ત્યારે પરિવારમાં ખુશીઓ અને પુજા જેવા શુભ કામો કે કોઈના લગ્ન વગેરે કામો પુરો થશે.એના પછી ડિસેમ્બર ના મહિનામાં ગુરુ વક્રી અવસ્થા માં જયારે ત્રીજા ભાવમાં જશે ત્યારે ભાઈ-બહેનો સાથે સબંધ માં કડવાહટ વધી શકે છે અને કાર્યક્ષેત્ર ના સહકર્મીઓ નો સ્વભાવ તમને પરેશાન કરી શકે છે એટલે તમારે સાવધાન રેહવું પડશે.
ઉપાય : ગુરુવાર ના દિવસે સારી ગુણવતા વાળો પીળા કલર નો પુખરાજ અથવા સુનહલા પથ્થર સોનાની વીંટી માં બનાવીને પોતાની તર્જની આંગળીમાં પહેરો.