મેષ રાશિ માં શનિ દેવ દસમ અને એકાદશ ભાવ નો સ્વામી થઈને તમારા દ્રાદશ ભાવમાં પ્રવેશ કરશેશનિ ગોચર 2025જેનાથી તમારી સાડાસાતી ચાલુ થશે.અહીંયા થી શનિ ની નજર તમારા બીજા ભાવ,છથા ભાવ અને નવમા ભાવ ઉપર રહેશે જેનાથી લાંબી યાત્રાઓ નો યોગ બનશે.વિદેશ યાત્રા અને વિદેશ માં લાંબા સમય સુધી રેહવાની ઈચ્છા પુરી થઇ શકે છે.આની સાથે વધારે ખર્ચ થવાના યોગ બનશે.તમારા ખર્ચ તમારી આવક કરતા વધારે મોટા હોઈ શકે છે એટલે તમારે તમારા ખર્ચ ઉપર ધ્યાન દેવાની બહુ જરૂરત પડશે.આ સમય આરોગ્ય સમસ્યાઓ નો જન્મ આપી શકે છે.આંખ માં બળવું,આંખ માંથી પાણી નીકળવું,આંખ ની રોશની ઓછી થવી,પગમાં લાગવું,વગેરે સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે.જો તમે કોઈ એવો વેપાર કરો છો કે જ્યાં વિદેશ માં તમારા સંપર્ક હોય અથવા તમે કોઈ બહાર ની કંપની માં નોકરી કરતા હોવ તો એના માધ્યમ થી પૈસા પ્રાપ્તિ નો યોગ બની શકે છે.આ દરમિયાન તમને તમારી રોગપ્રતિરોધક આવડત માં કમી મહેસુસ થઇ શકે છે અને તમે બીમાર થઇ શકો છો.જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે જયારે શનિ મહારાજ વક્રી અવસ્થા માં હશે ત્યારે આ સમસ્યાઓ માં વધારે વધારો થશે એટલે તમારે સાવધાન રેહવું પડશે.એના પછીનો સમય આરામદાયક હોય શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે શ્રી બજરંગ બાણ નો પાઠ કરો.