રાહુ ગોચર 2025 મુજબ મેષ રાશિ ના લોકોના જીવનમાં રાહુ નો ગોચર કુંભ રાશિ માં એકાદશ ભાવમાં થશે.આ તમારી રાશિ માટે બહુ અનુકુળ ગોચર સાબિત થઇ શકે છે કારણકે એકાદશ ભાવમાં રાહુ ને સૌથી વધારે અનુકુળ માનવામાં આવે છે.અહીંયા હાજર રાહુ તમારી મનપસંદ ઈચ્છાઓ ને પુરી કરવા માટે મદદરૂપ બનશે.તમારા દિલ ની જે ઈચ્છાઓ હશે.એ પુરી થશે અને જે લાંબા સમય થી અટકેલી યોજનાઓ હતી,એ હવે સારી રીતે ચાલવા લાગશે જેનાથી તમને આત્મવિશ્વાસ મળશે.તમારી આર્થિક સ્થિતિ માં પણ સુધારો થશે કારણકે અહીંયા હાજર થઈને રાહુ મહારાજ તમારી આવકમાં વધારો કરશે.તમને તમારા સામાજિક દાયરા ને વધારવાનો મોકો મળશે.તમારા ઘણા બધા મિત્રો બનશે.નવા લોકો સાથે મળવાનો અને એમની સાથે સમય પસાર કરવામાં બહુ મજા આવશે.પારિવારિક જીવન કરતા વધારે મહત્વ તમે તમારા સામાજિક દાયરા ને આપશો અને એટલે પરિવાર કરતા વધારે સમય ઘર થી બહાર પસાર કરી શકો છો.આ દરમિયાન પ્રેમ સબંધો માટે પણ સારો સમય રહેશે.તમે તમારા પ્રિયતમ ને ખુશ કરવા માટે ઘણું બધું કરવાની કોશિશ કરશો.વેવસાયિક લોકોને રાહુ ના આ ગોચર થી સકારાત્મક પરિણામ મળી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબુત થઇ શકે છે.તમારે શેર માર્કેટ માં રોકાણ કરતા પેહલા ઘણી વાર વિચાર કરવો જોઈએ.કાર્યક્ષેત્ર માં સફળતા મળવાનો યોગ બનશે અને તમને ઉન્નતિ અને પગાર વધારો પણ મળી શકે છે.
ઉપાય : તમારે બુધવાર ના રાત ના સમયે કાળા તિલ નું દાન કોઈ મંદિર માં જઈને કરવું જોઈએ.
કેતુ ગોચર મુજબ મેષ રાશિ ના લોકોના જીવનમાં કેતુ નો ગોચર તમારી રાશિ થી પાંચમા ભાવ માં થવા જઈ રહ્યો છે.આ ભાવ ને પ્રેમ ભાવ પણ કહેવામાં આવે છે અને શિક્ષા અને બાળક નો ભાવ પણ.આવી સ્થિતિ માંકેતુ ગોચર 2025 કરવો તમારા માટે અનુકુળ નથી કહેવામાં આવતો.આવી સ્થિતિ માં જ્યાં એક બાજુ વિદ્યાર્થીઓ માટે એક સારી સ્થિતિ હશે,તમને અજ્ઞાત ને જાણવાની ઈચ્છા થશે.તમે ઘણા એવા વિષય વાંચવા તરફ જાગરૂક થશો કે જે સામાન્ય વિષય કરતા ઉપર હશે.જેમકે જુની ભૌગોળિક સ્થિતિઓ,જ્યોતિષ,અધીયાત્મ વગેરે માં તમારી રુચિ વધશે.તમે તંત્ર-મંત્ર તરફ પણ રુચિ રાખી શકો છો.અહીંયા હાજર કેતુ ના કારણે તમારા પ્રેમ સંબંધ માં ટકરાવ આવી શકે છે.આ દરમિયાન તમારી અને તમારા પ્રિયતમ વચ્ચે ભાવનાઓ ની લેણદેણ માં કમી આવશે અને ગલતફેમીઓ વધી શકે છે.તમને ધોખો પણ મળી શકે છે એટલે તમારે સાવધાન રેહવું જોઈએ.બાળક ને લગતી થોડી ચિંતાઓ વધી શકે છે એટલે આ દરમિયાન તમારે તમારા બાળક ના આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે.
ઉપાય : તમારે મંગળવાર ના દિવસે કોઈ મંદિર માં ત્રિકોણ ઝંડો લગાડવો જોઈએ.